જૂનાગઢનાં ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહેતાં મહિલા વકીલના ઘરમાં ઘૂસીને નિવૃત પોલીસ કર્મી અને તેના પરિવારનાં સભ્યોને માર મારી, ધમકી આપી, કારને નુકશાન પહોચાડી પોલીસ સાથે પણ માથાકુટ કરી હંગામો મચાવ્યો હતો. આ બનાવને લઇ તાલુકા પોલીસે કાર્યવાહી કરીને ગુનો નોંધી કાર્યવાહી કરી હતી, કરણ નાનજી ચાવડા નામનો શખ્સ કિરણબેન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હોય અને નશો કરેલી હાલતમાં માથાકૂટ કરતા કિરણબેન તેની બાજુમાં રહેતા એડવોકેટ હીનાબેનના ઘરમાં જતા રહેલ અને કન્ટ્રોલ રૂમમાંથી પીસીઆર બોલાવતા મહિલા પીએસઆઇ સાથે પણ બોલાચાલી કરી હુમલો કર્યો હતો, જ્યારે એડવોકેટ હીનાબેને કિરણબેનને મદદ કરતા નિવૃત પોલિસ કર્મી પરિવારે હીનાબેનના ઘર પર પથ્થર મારો કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કરણ ચાવડાની ધરપકડ કરી હતી
વિનોદ મકવાણા, જૂનાગઢ