દશેરા નિમિત્તે ભરૂચ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. જેમા પોલીસ હેડક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજન કરાયું હતું. આ શસ્ત્રપૂજનમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા અલગ-અલગ આધુનિક હથિયારોનું પૂજન કરાયું હતું,વિજયા દશમીને લઇને પોલીસ હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી હતી. દશેરાના પર્વ નિમિત્તે આદીકાળથી અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરવાનું માહત્મ્ય રહેલું છે,દશેરાના દિવસે સમગ્ર દેશમાં અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરતાં હોય છે. જેમાં તમામ પોતાના શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરીને પરંપરાને પુરી કરતાં હોય છે. દર વખતની જેમ આજરોજ પણ ભરૂચના પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.