23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: તા. ૨૫/૧૦/૨૦૨૩ બુધવારે ‘અકિલા બેસ્‍ટ ઓફ બેસ્‍ટ’ રાસોત્‍સવ : ખેલૈયાઓનો મહાસાગર ઉમટશે


રાજકોટ : માતાજીની ભકિતના રૂડા અવસર સમાન નવરાત્રિના દિવસો પૂરા થવામાં છે. નવરાત્રિ પૂર્વેથી અર્વાચીન રાસોત્‍સવમાં યુવાન હૈયાઓ મોડી રાત સુધી આનંદ – ઉલ્લાસથી ઝુમે છે. નવરાત્રિને બાય-બાય કરતું અદ્‌ભૂત આયોજન ‘અકિલા બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ’નું તા. ૨૫ બુધવારે સાંજે ૭ થી ૧૦ વાગ્‍યા સુધી રોયલ રજવાડી ગ્રાઉન્‍ડ, પરસાણા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન કરાયેલ છે. ગ્રાઉન્‍ડમાં ૧૦૮ની ટીમ સતત હાજર રહેશે.

રંગીલા રાજકોટના ખેલૈયાઓ અને મોટાભાગના અર્વાચીન રાસોત્‍સવમાં પોતાના પર્ફોમન્‍સથી જે તે અર્વાચિન રાસોત્‍સવને ચાર ચાંદ લગાડી પ્રિન્‍સ-પ્રિન્‍સેસનું બહુમાન મેળવી ચુકેલાઓ જે ઇવેન્‍ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ઇવેન્‍ટ ‘‘અકિલા બેસ્‍ટ ઓફ બેસ્‍ટ” ભવ્‍યાતીભવ્‍ય રાસોત્‍સવનું કાઉન્‍ટડાઉન શરૂ થયું છે. નવ-નવ દિવસથી વિવિધ રાસોત્‍સવમાં પોતાની આગવી સ્‍ટાઇલ અને રીતથી હજારો લોકોની વાહ-વાહ મેળવનારાઓ વચ્‍ચે હવે શ્રેષ્‍ઠમાંથી સર્વશ્રેષ્‍ઠ બનવાની ઘડી નજીક આવતા જ ખેલૈયાઓમાં ઉત્‍સાહ અને ઉમંગના ઘોડાપુર ઉમટયા છે. બુધવારને સાંજે ૭ થી ૧૦ વાગ્‍યા સુધી રોયલ રજવાડી ગ્રાઉન્‍ડ, પરસાણા ચોક, નવો ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આ બેસ્‍ટ ઓફ બેસ્‍ટ રાસોત્‍સવ યોજવામાં આવશે. જે માટેની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે એટલું જ નહી આ રાસોત્‍સવમાં પ્રિન્‍સ-પ્રિન્‍સેસ બનવા ખેલૈયાઓ પણ સજ્જ બન્‍યા છે.

અકિલા બેસ્‍ટ ઓફ બેસ્‍ટ રાસોત્‍સવના પ્રણેતા અને આયોજનના કિંગ ગણાતા અકિલાના પ્રેસ ફોટોગ્રાફર અશોકભાઇ બગથરીયા અને સંદિપભાઇ બગથરીયાના નેતૃત્‍વ હેઠળ આ રાસોત્‍સવમાં ગીત સંગીત અને થનગનાટનો ત્રિવેણીસંગમ થવાનો હોય મન મુકીને ગરબે રમવા માટે યુવા હૈયાઓ સજ્જ થયા છે. દર વર્ષે નવરાત્રિ બાદ યોજાતા આ રાસોત્‍સવનું બેનમુન આયોજન હોય છે અને પારિવારીક માહોલમાં પરિવારના સભ્‍યો પણ ઉમંગ ઉત્‍સાહ અને આસ્‍થાથી રાસ-ગરબાની રમઝટ બોલાવતા હોય છે એટલું જ નહી મન મુકીને ગરબે પણ રમતા હોય છે. અદ્યતન સુવિધાઓ સાથેનું ગ્રાઉન્‍ડ, ઝળહળતી રંગબેરંગી લાઇટો, અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ અને જાણીતા ગાયકો અને ગાયિકાઓ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. આ કાર્યક્રમમાં વિજેતા બનનાર પ્રિન્‍સ-પ્રિન્‍સેસને લાખેણા ઇનામો પણ અર્પણ કરવામાં આવશે. આ માટે અનેક લોકો અને સંસ્‍થાઓનો સહયોગ પણ આયોજકોને પ્રાપ્‍ત થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો લોકો બેસ્‍ટ ઓફ બેસ્‍ટ રાસોત્‍સવને મન મુકીને માણશે એ નક્કી છે. આ કાર્યક્રમનું akila news com., સીટી ન્‍યુઝ દ્વારા લાઇવ પ્રસારણ પણ કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્‍યું છે.

આ પ્રસંગે દિપ પ્રાગટય વિજયભાઇ રૂપાણી – માજી મુખ્‍યમંત્રી, નયનાબેન પેઢડીયા – મેયરશ્રી, પ્રભવભાઇ જોશી – કલેકટરશ્રી, પોલીસ કમિશનરશ્રી  રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમિશનર – વિધિબેન ચૌધરી,  આનંદભાઇ પટેલ – આરએમસી કમિશનરશ્રી,  મનહરસિંહ જાડેજા (ગીર-સોમનાથ – એસપી), મૌલેશભાઇ ઉકાણી – બાનલેબ પ્રા.લી., ડો. પાર્થરાજસિંહ ગોહેલ ડી.સી.પી. ક્રાઇમ બ્રાંચ, સજનસિંહ પરમાર – ડી.સી.પી. જોન, સુધીરકુમાર દેસાઇ – ડી.સી.પી. જોન, નીતીનભાઇ ભારદ્વાજ – માજી સ્‍ટેન્‍ડીંગ ચેરમેન, ભુપતભાઇ બોદર – માજી જીલ્લા પંચાયત પ્રમુખ, જયમીનભાઇ ઠાકર – સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન આર.એમ.સી, નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા) – ડેપ્‍યુટીર મેયર, મયુરધ્‍વજસિંહ જાડેજા – જેએમજે ગ્રુપ, રાજુભાઇ પોબારૂ – પ્રમુખ શ્રી લોહાણા મહાજન, અલ્‍પેશભાઇ ઢોલરીયા – પ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા ભાજપ, નીતિનભાઇ નથવાણી – સીટી ન્‍યુઝ ચેનલ – રાજકોટ કરશે.

રાસોત્‍સવમાં 108 ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે, EME યોગેશ જાની, EME અક્ષય પંચાલ, EME જયસિંહ ઝાલા, EMT પિયુષ ધોળકિયા, EMT ચીરાગ પરમાર, EMT હીના અપારનાથી, પાયલોટ ઉદય દવે તથા કૌશિકભાઇ રાઠોડ સહિત ૧૦૮ની ટીમ સેવા આપશે.

ઉપરાંત મુખ્‍ય અતિથિ મુકેશ દોશી – રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, જયેશભાઇ બોઘરા – રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન, પ્રદિપભાઇ ડવ – પૂર્વ મેયર રાજકોટ, ધનસુખભાઇ ભંડેરી – માજી ચેરમેનશ્રી ગુજ. ફાયનાન્‍સ બોર્ડ, ડી.કે.સખીયા – પૂર્વ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન, વિરેન્‍દ્રસિંહ ઝાલા (મહામંત્રી શહેર ભાજપ રાજકોટ), મયુરભાઇ શાહ (રાજકોટ શહેર ભાજપ કોષાધ્‍યક્ષ), ઇન્‍દ્રનીલભાઇ રાજ્‍યગુરૂ – પૂર્વ ધારાસભ્‍ય કોંગ્રેસ, રાજદીપસિંહ જાડેજા (રીબડા) – યુવાન દાનવીર, યોગેશભાઇ પુજારા – પુજારા ટેલીકોમ, અનીલભાઇ રાઠોડ – પૂર્વ કોર્પોરેટર વોર્ડ નં. ૫ ભાજપ, બાલાભાઇ પટેલ – માધવ એન્‍ટરપ્રાઇઝ – રાજકોટ, દિપકસિંહ જાડેજા – ખરેડી સરપંચશ્રી, દિપક વી. કોઠીયા – ખરેડી – ઉદ્યોગપતિ રાકેશભાઇ પોપટ – આર.ડી.ગ્રુ, શૈલેષભાઇ પાબારી (એસપી) – બિલ્‍ડર અગ્રણી રાજકોટ, કમલેશભાઇ મીરાણી – પૂર્વ પ્રમુખ શ્રી રાજકોટ શહેર ભાજપ, હેમરાજભાઇ પાડલીયા – રૂષીવંશી સમાજ સ્‍થાપક, નરેન્‍દ્રભાઇ સોલંકી – પૂર્વ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ચેરમેન, અનિલભાઇ દેસાઇ – સહકન્‍વીનર ગુજરાત લીગલ સેલ ભાજપ ઉપસ્‍થિત રહેશે.

 

 

 

 

સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી અશોક બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર, પ્રમુખ-રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્‍ડ ઇલેક્‍ટ્રોનિક કેમેરામેન એસોસિએશન), ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઇ) (પ્રમુખ સહકાર ગ્રુપ, પ્રમુખ હિન્‍દુ સેના), અશોકભાઇ પટેલ (મોટા મવા-કાઠીયાવાડી જલ્‍સા), આશિષભાઇ વાગડીયા (મધુવન ક્‍લબ, પુર્વ કોર્પોરેટર), ભુપતભાઇ બસીયા (ભાજપ અગ્રણી વોર્ડ-૧૨), મિલનભાઇ કોઠારી (ચેરમેન, સાંસ્‍કૃતિક સેલ ભાજપ), જગદીશભાઇ પટેલ (શિવશક્‍તિ ડેરી), જયેશભાઇ સોરઠીયા (શૈલેષ ગ્રુપ-મવડી), દિપેન તન્‍ના (યુવા રિપોર્ટર), રોહિત પટેલ-ચરખડી (ગુણાતીત પ્રોસેસીંગ), પારસભાઇ રાઠોડ (કે. ડી. કન્‍સ્‍ટ્રક્‍શન), જય ખારા (જૈન યુવા અગ્રણી), સુખદેવસિંહ ઝાલા (બલદેવ ગ્રુપ), જીતુ રાઠોડ (હર્ષ કન્‍સ્‍ટ્રક્‍શન), પારસ સંઘાણી (શેર પોઇન્‍ટ એમ પાવર), સુરૂભા જાડેજા-રાવકી (જય ઓટો એડવાઇઝર્સ), જય બોરીચા (યુવ ભાજપ પ્રમુખ વોર્ડ-૧૩), કિશન સખીયા (એડવોકેટ), બાલાભાઇ વાજા (ક્‍લાસીક ફાયનાન્‍સ), સંદિપ બગથરીયા (રાધે એન્‍ટરપ્રાઇઝ), યોગેશ બગથરીયા (બિલ્‍ડર), પ્રશાંત ગોંડલીયા (યુવા આગેવાન), નિરવ વાઘેલા (રામનાથ જવેલર્સ), અને સંદિપ બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર) જહેમત ઉઠાવી રહ્યા છે.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -