જંબુસર તાલુકા ના મહાપુરા ગામે મહાપુરા યુવક મંડરના સભ્યો મુન્નાભાઈ ઠાકોર. જયેનભાઈ જાદવ, કલ્પેશભાઈ પટેલ, હિરલભાઈ પટેલ, જાલીમભાઈ જાદવ, મિતેશભાઈ પ્રજાપતિ, તેમજ અસ્વિનભાઈ પ્રજાપત દ્વારા મહાપુરા ગામમા નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમા 7 માં નોરતે મહિલા મંડળ દ્વારા સમૂહ આરતી નું આયોજન કરવા માં આવ્યું હતું તેમજ ગામની નાની બારાઓ માતાજી બની માતાજીના ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહાપુરા યુવક મંડર કરી દ્વારા આ વર્ષે બીજી નવરાત્રી કરવામાં આવી રહી છે ત્યારે ગામના વડીલો, આગેવાનો, મહિલા ભજન મંડળ, અને યુવાનો દ્વારા પણ આ નવરાત્રી મહોત્સવ માં તન મન ધન થી સાથ આપવા આવ્યો હતો
રિપોર્ટર મનીષ પટેલ જંબુસર