કેશોદમાં કેશોદ તાલુકાના કોળી સમાજ દ્વારા રાસોસ્તવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે જેમઆ તાલુકા ભરમાંથી લોકો બહોળી સંખ્યામાં ગરબાની મોજ માણવા માટે પહોંચ્યા હતા અને ખેલયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા નવરાત્રીના આ કાર્યકમમાં ખેલયાઓ અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેશ પહેરીને એન્ટ્રી કરી હતી ત્યારે આવેલા દર્શકો માટે ખેલયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ કાર્યકમ માં કેશોદ તાલુકા ,માળીયા તાલુકા તેમજ માંગરોળ અને પોરબંદર તાલુકાના ગામડાઓમાંથી પણ લોકો બહોળા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા આ સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સારું પર્ફોમનશ કરનાર ખેલાડીઓને પુરાકાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ