જુનાગઢના જોશીપુરા વિસ્તારમાં ઓઘડનગર વિસ્તારમાં રહેતા અને કન્ટ્રક્શનનું કામ કરતા 35 વર્ષીય યુવક રામા નગા રાઠોડ બપોરના સમયે પોતાના ઘરેથી પોતાની કન્ટ્રક્શન સાઈડ પર જતા હતા તે સમયે જોષીપરા નજીક આવેલા હનુમાન પરા વિસ્તારમાં રોડ પર રામા નગા રાઠોડ નામના યુવકની બાઈક રોકી તેના મિત્રએ જ સરા જાહેર છરીના ઉપરા છાપરી છરીના ઘા માર્યા હતા. આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ પી.આઈ ડીવાયએસપી પોલીસ સ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, મૃતકના પરિવારજનોને યુવાનની હત્યાની જાણ થતા મૃતકના સગા, સબંધી,પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતક યુવાનની હત્યાથી પરિવારમાં શોકનો મોજુ ફરી વળ્યું છે તો બીજી તરફ મૃતક યુવાનની ઘટનાને લઇ જુનાગઢ પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. યુવાન રામા નગા રાઠોડની હત્યા કરનાર તેના મિત્ર સુધીર પરમારને પકડી પાડવા જુનાગઢ પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે
વિનોદ મકવાણા,જૂનાગઢ