રાજકોટમાં રાજા રણછોડ ગરબી મંડળ દ્વારા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર આયોજન માન સરોવર પાસે દેવકી નંદન રોડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં 50 દીકરીઓ તેમજ 50 દિકરાઓએ ભાગ લીધો છે. જેમાં મુખ્યત્વે પ્રાચીન ગરબા પર ધ્યાન આપવામાં આવે છે. આ સાથે મહિસાસુર રસનું પણ આહી આયોજન કરવામાં આવે છે.