આ આધુનિક યુગ મા પણ પ્રાચીન ગરબા ની પરંપરા ને અમુક વિસ્તારના ગામડાએ જાળવી રાખી છે વાત કરીએ અમરેલી જીલ્લા ના કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામની જ્યાં ગામના મેઈન ચોક મા નવદુર્ગા ગરબી મંડળ નું છેલ્લા 60 વર્ષ થી આયોજન કરવામાં આવે છે આ ગરબી મા માત્ર ને માત્ર પ્રાચીન ગરબા જ બાળાઓ દ્વારા રમવામાં આવે છે જેમાં ગામના વડીલો દ્વારા માતાજી ના ગુણગાન ગાય છે ને બાળાઓ ગરબે રમે છે જેમાં માતાજી ની મહા આરતી, દોહા, છન્દ તથા પ્રાચીન રાસો તેમજ ગામઢી રાસો રજુ કરવામાં આવે છે ને ગામલોકોએ આ આધુનિક યુગ મા પણ આ પ્રાચીન ગરબી ની પરંપરા જાળવી રાખી છે ખજૂરી નવદુર્ગા ગરબી મંડળ મા નાની બાળાઓ, નાના બાળકો, વડીલો, મોટી બાળાઓ એક સંપ થી રાસ રમે છે ને નવ દિવસ સુધી માતાજી ના ગુણગાન ગાય છે ને ગામ ની એકતા જાળવી રાખે છે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવે છે
અહેવાલ -કમલેશ રાવરાણી