જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષકની સુચના અને પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શનમા દેહ વેપારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢને ખાનગી બાતમીદારો મારફતે હકિક્ત મળેલ કે શાંતેશ્વર રોડ પર આવેલ શ્રીજી વંદના એપાર્ટમેન્ટના પહેલા માળે, બ્લોકમાં ૧૦૧માં રૂપાબેન બિરેન્દ્ર રાવ તથા રાહુલ રામપ્રસાદ રાવ, રવિ રાખસીયા અને રોહિત ક્વા સહિતનાઓ બહારથી સ્ત્રીઓ બોલાવી તેમજ પુરૂષ ગ્રાહકો બોલાવી સ્ત્રીઓ,પુરૂષ ગ્રાહકો પાસેથી દલાલીના પૈસા લઇને વૈશ્યાવૃતીનો ધંધો કરાવે છે જે હકિકત આધારે વેરીફાઈ કરાવતા ડમી ગ્રાહક તૈયાર કરી રેઇડ કરતા એક દલાલ અને બે મહિલા મળી આવ્યા હતા હાલ બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરવામાં આવેલ છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ