સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ બરાબર જામતો જાય છે ત્યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન’ દ્વારા આયોજીત ‘લોહાણા મહાજન રાસોત્સવ ર૦ર૩’માં પ્રથમ નોરતાથી જ ભારે જમાવટ થઇ ગઇ હતી. જેમાં પ્રથમ રાઉન્ડથી જ ખેલૈયાઓ મન મૂકીને છૂટથી રમ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ બોલીવુડમાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે ખૂબ મોટુ નામ ધરાવતા ભારતીબેન નાયક તાલતરંગ ગ્રુપ ના સુપ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રાએ સૌના મન મોહી લીધા છે. તેમાં પણ છેલ્લી દસ મિનિટ ‘મેજીક ડ્રમે’ હજારો લોકોને રીતસર ગાંડાતૂર કરી દીધા હતા. આ સાથે વિખ્યાત-લોકપ્રિય કલાકારો-ગાયકો મનિષા કરંદિકર, બિજલ પારેખ, કુનાલ ભાનુશાલી, યોગેશ નાયક, મિતરાજ ગઢવીએ ચિકકાર મેદની વચ્ચે ધૂમ મચાવી છે. તેમજ : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારજનો, ધારાસભ્યો, રમેશભાઇ ટીલાળા અને દર્શીતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષભાઇ રાડીયા, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, એડવોકેટ રવિભાઇ ગોગીયા, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા,ડી.એમ.એલ. ગ્રુપના ચેરમેન હરીશભાઇ લાખાણી સહિતાના મહાનુભાવોની વિશેષ હાજરી : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના આકર્ષક ઇનામોની વણઝાર કરી છે. આ સાથે અવનવા ટ્રેડીશનલ ફેન્સી ડ્રેસીસ અને રાસ ગરબાના વિવિધ સ્ટેપ્સને કારણે રાસોત્સવની રંગત બરાબર જામી હતી.