સુરેન્દ્રનગર જિલ્લાનું રતનપર બાયપાસ રોડ ઉપર અંદાજે નવ કરોડનાં ખર્ચે નિર્માણ પામેંલું ભાજપનું નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયનું રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ દ્વારા ખુલુ મુકવામાં આવ્યું હતુ જાહેર સભા સંબોધી હતી. વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના 700 જેટલા હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા એકઠા કરાયેલા આશરે નવેક કરોડ રૂપીયાના ખર્ચે રનતપર બાયપાસ ઉપર નમો કમલમ ભાજપ કાર્યાલય બનાવાયુ છે.આ કાર્યાલયને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ખુલ્લુ મુકાયુ હતુ.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા,સાસંદ વિનોદભાઇ ચાવડા,જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ,દંડક જગદીશભાઇ મકવાણા,વર્ષાબેન દોષી,પુર્વ મંત્રી આઇ.કે.જાડેજા સહિત ભાજપના હોદેદારો-કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવેલકે આ તમામ સુવિધાઓ સાથે બનાવેલા કાર્યાલયમાં ભાજપના કાર્યકર્તા-લોકોના એક જ જગ્યાએ હોદેદારો-ધારાસભ્યો મળી રહેવાના હોવાથી સરળતાથી કામ થઇ શકશે.જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે કાર્યકર્તાઓના શહયોગ અને કાર્યકર્તા દ્વારા વિશાળ સુવિધા સાથેનું બનેલુ આ કાર્યાલય ભાજપના કાર્યકર્તાની તાકાત બતાવે છે.આગામી લોકસભાની ચૂટણીમાં કાર્યકર્તાની તાકાત અને મહેનતથી 26 સીટો કબ્જે કરવાનું લક્ષ રાખ્યુ છે. એક એક કરોડ આપનાર દાતાના સન્માન કરવામાં આવ્યા હતા જેમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ડેરી ચેરમેન બાબાભાઇ ભરવાડે કાર્યાલય બનાવવા માટે 1-1 કરોડ રૂપીયાનું દાન આપ્યુ હોવાથી બંન્નેનું સન્માન કરાયુ હતુ.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }