સૌ પ્રથમ વખત એકીસાથે મુંબઈ અને સૌરાષ્ટ્રના ત્રણ વિખ્યાત કિમેલ સિંગર્સ, એકથી એક સોમાલી રોય, હેતલ સોઢા દેવાંશી ચાંગેલા ગરબા, ડાકલા, રાસ, ટીટોડો અને બોલિવૂડ-હોલિવૂડના ગીતો સાથે ધુમ મચાવશે. તેની સાથે સારેગામાપાના ફાઇનાલિસ્ટ અને બોલિવૂડના સંગીતનો નવો ચહેરો વિરલ સુરાના તેમજ સૌરાષ્ટ્રના જાણીતા બે સિંગર્સ પિકરાજ અને નિલેશ વસાવડા અનોખી જમાવટ કરશે. સૂરની સાથે સંગીતની સરગમ કલાસિક ઈવેન્ટસનું અફલાતુન ઓરકેસ્ટ્રા આપશે કે જેમાં વિશ્રવ વિખ્યાત અને ડિસ્કો ડાંડિયાના પ્રણેતા બપ્પી સરકાર અને તુષાર ગોસાઈ સંગીત આપશે જ્યારે કે જેમાં વિશ્ર્વ વિખ્યાત અને ડિસ્કો ડાંડિયાના પ્રણેતા બપ્પી સરકાર અને તુષાર ગોસાઈ સંગીત આપશે જયારે દેશ વિદેશમાં જેમનું નામ છે એવા જાણીતા ગીટારિસ્ટ ગણેશ નાગરેગીટારના ધૂનથી ખેલૈયાઓ રસ તરબોળ કરશે. ઓકટોપેડ-રીધમ ઉપર જાણીતા બ્રધર્ષ બિટના સલીમ જેરિયા અને ઇર્ષાદ મીર તાલ આપશે આ સાથે જ અમિત કાચા ૧૪ બેન્ડ સાથે સૂરનો સંગમ રેલાવશે. આ અલબેલી, અનોખી અને અવનવી જમાવટ કરાવવા માટે કલાકારો, રીધમીસ્ટો પણ ખેલૈયાઓની જેમજ આતુર બન્યા છે. બસ હવે એક જ દિવસનું છેટું છે. રવિવારની રઢિયાળી રાત બનશે વિરાણી ગ્રાઉન્ડમાં ગરબાની રાત, શહેરના મધ્યમાં અને તમામ લોકો માટે જાણીતા એવા વિરાણી સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં આજકાલ દ્રારા એક દાયકાથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આથી ખેલૈયાઓ લોર્ડસ જેવું ગ્રાઉન્ડ પણ કહે છે. આ વર્ષ્યા પણ ખેલૈયાઓની સાથે ગરબા નિહાળનારાઓ માટે આજકાલ ગરબાનું વિરાણી ગ્રાઉન્ડમાં જ આયોજન થયું છે.આજકાલના એમ ડી. ચંદ્રેશ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલ જેઠાણી, ગૃપ એડીટર કાનાભાઈ બાંટવાની દેખરેખ હેઠળ આજકાલની ટીમની ભારે જહેમતથી ગ્રાઉન્ડ લેવલની તમામ તૈયારીઓ અધતન લાઇટીંગ, વિશાળ સ્ટેજ, સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા, પાકિગ, ફુડ કોર્નર, લાઇવ સ્ફિન, ધમાકેદાર સાઉન્ડ સિસ્ટમ સહિતની વ્યવસ્થાઓ સાથેની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે માત્ર એક ધ્વિંસ બાકી છે અને ગ્રાઉન્ડ પણ ખેલૈયાઓની કાગડોળે રાહ જોઇ રહ્યું છે.