રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને કોર્પોરેટરો દ્વારા લેવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા થતી સંકલનની બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે મનપામાં દર સોમવારે અધિકારીઓ અને પદાધિકારીઓ મહાનગરપાલિકાની કાર નો ઉપયોગ નહીં કરે જેથી પ્રજાના પૈસા બચશે અને તે પૈસાથી બીજા પ્રજાહિત ના કાર્યો થશે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત ને બહાલી અપાઈ હતી કે આગામી સોમવારથી દર સોમવારના રોજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ કાર નહીં ઉપયોગમાં નહીં લિયે. સોમવારના રોજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને બધા અધિકારીઓ પોતા ના વાહનો નો ઉપયોગ કરશે. આ નિર્ણય થી રાજકોટ મહાનગરપાલિકાના લાખો રૂપિયા ના ખર્ચ ની બચત થશે. આ નિર્ણય ને લઈને મેયર નયનાબેન પેઢડિયા એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ નિર્ણય થી ક્યાંક મનપાના નાણાં ની બચત થશે અને તે નાણાં પ્રજા હિત માટે ઉપયોગ થઇ શકશે.