આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ લાખો જરૂરિયાતમંદ દર્દીઓ પ્રાઇવેટ, ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ત્યારે આ યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલ અને તબીબોને પડતી નાણાકીય મુશ્કેલીઓ બાબતે આજે રાજકોટ જિલ્લા કલેકટરને સૌરાષ્ટ્ર કચ્છ ના ડોક્ટર્સ દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જયારે ડોક્ટર પ્રાઇવેટ, ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ઉત્તમ સારવાર આપવામાં આવી રહી હોય ત્યારે તેઓ ને સરકાર દ્વારા સમયસર પેમેન્ટનું ચુકવણું થાય તે જરૂરી છે. હોસ્પિટલ ને સમયસર પેમેન્ટ ની ચુકવણી ન થતી હોવાથી ભારે આર્થિક હાલાકીનો સામનો કરવો પડે છે.