રાજકોટ શહેરમાં આસ્થાના કેન્દ્ર આશાપુરા મંદિર ખાતે રાજ પરિવાર દ્વારા આયોજીત ગરબીમાં પહેલા નોરતાથી રમઝટ જામી હતી. છેલ્લા 68 વર્ષથી આ પ્રાચીન ગરબી થઇ રહી છે જેમાં નાની મોટી 60 બાળાઓ માતાજીની આરાધના સાથે પ્રાચીન રાસરમે છે તેમજ આ ગરબીમાં અલગ અલગ પ્રકારના રાસ લોકો જોવા આવે છે સાથે આજુબાજુના વેપારીઓ અને ભકતોનો વર્ષોથી સહયોગથી અને માં આદ્યશકિતની કૃપાથી રપ વર્ષથી ગરબીનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે. પહેલા નોરતે બાળાઓએ પોતાના રાસ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.