નવરાત્રીના પ્રારંભ સાથે આજથી શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવગઢ, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદના ભદ્રકાળી માતા,ભરૂચના દાંડિયાબજાર અને લિંક રોડ ખાતે આવેલું અંબાજી માતાનું મંદિર, મોઢેશ્વરી માતાનું મંદિર સહિત વિવિધ માતાજીના મંદિરોમાં ભકતોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવરાત્રી ઘટ સ્થાપન માટે સવારે ૯ વાગ્યેને ૩૧ મિનીટથી શુભ મુહુર્ત શરૂ થયું હતું. શક્તિપીઠ અંબાજી ખાતે આજે સવારે ૯:૧૫ વાગ્યાથી ૧૦:૩૦ વાગ્યા દરમિયાન ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું.લોકો દ્વારા પોતાના ઘરમાં પણ વિધિવત રીતે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું.નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવશે.ભરૂચ શહેરના વિવિધ મંદિરોમાં ગરબાનું મોટા પાયા પર આયોજન કરવામાં આવ્યું છે.સાથે સાથે જૂના શેરી ગરબા પણ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ આ તહેવારો દરમિયાન વહિવટી તંત્ર દ્વારા ગરબાના આયોજન સ્થળે આરોગ્યલક્ષી સેવાઓ તાત્કાલિક મળી રહે તેવા પણ આયોજન કરવામાં આવ્યા છે.’