ગુજરાત જાહેર સેવા આયોગ એટલે (GPSC) દ્વારા નાયબ મામલતદાર-નાયબ સેકશન અધિકારી વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજકોટમાં આજે 66 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 14,502 ઉમેદવારો તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પરીક્ષા શરૂ થયા પહેલા ઉમેદવારોએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી. જેમાં આ પરીક્ષા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને વખાણી હતી. અને પોતે સારો દેખાવ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..