વર્લ્ડ કપ-2023માં પાકિસ્તાન સામે ભારતે જીત હાંસલ કરતા રાજકોટમાં દિવાળી જેવા માહોલ સર્જાયો છે. રાજકોટના કિસાનપરા ચોકમાં લોકો માટે મેચનું લાઈવ ટેલીકાસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા માટે પહોંચી ગયા હતા, ત્યારે ભારતની શાનદાર જીત થતાં લોકોએ ફટાકડા ફોડી અને એકાબીજાને મીઠાઈ ખવડાવીને જીતનો જશ્ન મનાવ્યો હતો. આ સાથે લોકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. તેમજ સમગ્ર ઉજવણી ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા, રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી સહિતના નેતાઓએ કરી હતી. તેમજ રાજકોટ વાસીઓ કેપ્ટ્ન રોહિત શર્માના પ્રદર્શનથી ખુશ થયા હતા. જેથી રાજકોટ વાસીઓ એ વલ્ડકપ ભારત જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ ડૉ. ભરત બોઘરાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જેવી રીતે નરેન્દ્ર મોદી વિશ્વ નેતા ઉભરી ને આવ્યા છે તે પ્રકારે ભારતીય ક્રિકેટ ટીમ વલ્ડકપ જીતવા નો દમખમ રાખે છે.