કડવા પાટીદાર સમાજ અગ્રણી મૌલેશ ઉકાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પહોંચ્યા હતા. ત્યારે સી.આર.પાટીલે તેમની સ્પીચ દરમિયાન મૌલેશ ઉકાણીને લઈને લોકસભાની ટિકિટ અંગે નિવેદન આપતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. સી. આર. પાટીલે કહ્યું હતું કે છેલ્લા થોડા દિવસ થયા વર્તમાન પત્રમાં મૌલેશ ભાઈના લોકસભામાં ચૂંટણી લડવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો તે આવતા હોય તો અમે લઈ જશું, આવું નિવેદન સી આર પટેલે જાહેર મંચ પરથી આવ્યો હતો.જોકે આ અંગે મૌલેશ ઉકાણીએ એવું કહી ચર્ચાઓ પર ઠંડુ પાણી રેડી દીધું હતું કે તેઓનો રસ્તો દ્વારકાનો છે ન કે ગાંધીનગર દિલ્હીનો. મૌલેશ ઉકાણીએ હાલ તો રાજકારણમાં જોડાવા અંગે ના પાડી દીધી છે, પણ આવનારા સમયે સમીકરણ બદલાય તો નવાઈ નહીં.