24 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ધૂમ ગૃપ દ્વારા વેલકમ નવરાત્રીનું કરાયું આયોજન; ખેલૈયાઓમાં થનગનાટ


રાજકોટમાં ધૂમ ગૃપ દ્વારા વોઇઝ ઓફ થે ડેમાં સયુક્ત ઉપક્રમે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. તેમજ છેલ્લા ૧૫ વર્ષથી કંઈક નવું અને રાજુ વાડોલિયા અનોખું આપી રહેલા રાજુ વાડોલિયા અને તેમની ટીમ દ્વવારા આ વખતે પણ શક્તિ અને ભક્તિની આરાધના માટે વેલકમ નવરાત્રીનું સુંદર આયોજન રેસકોર્સ સહિયરના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું.  તેમજ આ વેલકમ નવરાત્રીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુ એ ઉપસ્થિત રહીને ખેલેયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં સીંગર રાહુલભાઈ મહેતા, અપેક્ષા પંડ્યા અને એન્કર તેજશ શિશાંગીયાના ગરબાની રંગત માણવા ખેલૈયાઓ આતુર થયા હતા. ત્યારે વર્ષ ૨૦૨૩માં થોડા સમયથી નાની ઉંમરમાં હૃદયને લગતી બિમારીના બનાવોને ધ્યાનમાંલઈ ધૂમ ગ્રુપના આયોજક રાજુ વાડોલિયાએ સેફ્ટી ફર્સ્ટનો અમલ કરતા શહેરની પ્રખ્યાતહોસ્પિટલ સેલસ સાથે હાથ મિલાવ્યા હતા. જેથી એમ્બ્યુલન્સ સહિત જરૂરી દવા ગરબા ગ્રાઉન્ડ પર હજાર રહી હતી.  આ સાથે આ વેલકમ નવરાત્રીમાં મેડિકલ ઓફિસર ડો.હિમાની અગ્રાવત, આઈસીયુ ઈન્ચાર્જ ડો. મોહિત વરસાણી, મેડિકલ ઓફિસર ડો. સોનલ પતાની, આઈસીયુ ઈન્ચાર્જ ભાવિન પરમાર, આઈસીયુ નર્સિંગ સ્ટાફ પિયુષ વાઘેલા સહિતના ગ્રાઉન્ડ પર ખડેપગે રહ્યા હતા. જેથી વેલકમ નવરાત્રીમાં આવનાર કોઈપણ ખેલેયાઓ કે પ્રેક્ષકોને જરૂર પડે તો તાત્કાલીક સારવાર મળી શકશે. વોઈસ ઓફ ડે ન્યૂઝ પેપરના સથવારે અઘતન સાઉન્ડ પર ધૂમ ગૃપની રંગત જામી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -