ઓખામાં દરેક ધર્મિક તહેવાર ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. ત્યારે નવરાત્રી મહોત્સવ 2023 ઉજવવા બાળકો અને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ઓખાના દરેક માતાજીના મંદિર તથા નવી બજાર અને મહાજન વાડી ખાતે બાળા, બાળકો અને યુવાનો મહિલાઓ રાસ ગરબાની પ્રેક્ટીસમા વ્યસ્ત બન્યા છે. તેમા લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી મહીલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 2023નુ ભવ્ય આયોજન કરાયું છે. જેમાં નાની બાળાઓ, બાળકો અને યુવાનો રાશ ગરબાની રમજટ બોલાવવા આતુર બન્યા છે. અહી રઘુવંશી મહિલા મંડળ મહીલા ટીમ ખુબજ જહેમત ઉઠાવી રહી છે. મહાજન પ્રમુખ મોહનભાઈ બારાઈએ મહિલાના આ કાર્યને બિરદાવ્યું હતું અને સર્વે બાલ ખેલાયાઓને સુભેચ્છા પાઠવી હતી.
હરેશ ગોકાણી