રાજકોટમાં વધુ એક જમીન કૌભાંડ બહાર શકે છે. સરકારી જમીન બારોબાર વેંચી નાખવાના કૌંભાડનો આક્ષેપ થયો છે. ચીભડા ગામમાં આવેલી સરકારી જમીન પોતાની માલિકીની હોવાનું કહીને વેંચવાનું કૌંભાડ સામે આવ્યું. નરેશ પરમાર નામનો શખ્સ કલેક્ટરનો વહિવટદાર હોવાનું કહીને ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. મીડિયા સાથે વાત કરતા ખેડૂતોએ જણાવ્યું કે નરેશ પરમારે પોતે સરકારી જમીન ક્લિયર કરાવી આપવાની લાલચ આપી હતી. છેલ્લા છ મહિનાથી અનેક લોકો સાથે જિલ્લા કલેક્ટરના વહીવટદાર તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. કૌભાંડની વાત ખ્યાલ આવતા ખેડૂતોએ પૈસા પરત માંગતા કૌભાંડી નરેશ પરમાર એ એટ્રોસિટી ની ધમકી આપી હતી.ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને લોધિકા પોલીસ ને પુરાવામાં ઓડિયો ક્લીપ અને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી.