રાજકોટ સહિત રાજયભરનાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોને અનાજ, દાળ અને તેલનો જથ્થો નહી ફાળવાતા હજારો ગરીબ બાળકો ભોજનથી વંચિત રહેતા ભારે દેકારો સર્જાયો છે.ઉલ્લેખનિય છે કે, રાજકોટ જિલ્લામાં ચાલુ માસમાં પુરવઠા નો જથ્થો નથી મળ્યો. રાજકોટ જિલ્લામાં ૧૧૯૨ મધ્યાન ભોજનનાં કેન્દ્રો છે અને આ એક પણ કેન્દ્રોમાં આજ સુધી અનાજ, દાળ, અને તેલનો જથ્થો નહી મળતા હજારો બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય બાબત એપણ છે કે જથ્થાનાં અભાવે વિવિધ જિલ્લામાં કેન્દ્રો બંધ કરવાની પણ ફરજ પડી છે.નોંધનિય બાબત એ પણ છે કે સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં તો છેલ્લા ત્રણ માસથી દાળ, ઘઉં-ચોખા આવ્યા નથી, આથી પરિસ્થિતિ ખૂબજ વિકટ બની છે. આ પ્રશ્નો ઓલ ગુજરાત મધ્યાન ભોજન કર્મચારી મંડળ દ્વારા રાજય સરકાર ને આવેદન પાઠવી અને રજૂઆત પણ કરવામાં આવી છે. સિટી ન્યૂઝ સાથે વાત કરતા ગુજરાત મધ્યાન ભોજન કર્મચારી પ્રમુખ કિશોર જોશી એ જણાવ્યું કે મધ્યાન ભોજન યોજના માટે ઓક્ટોબર માસ માટે વિવિધ જિલ્લામાં અનાજ, દાળ, તેલ આજ તારીખ સુધી ફાળવવામાં નથી આવ્યું. રાજકોટ- જામનગર ચાલુ માસે જથ્થો નથી પહોંચ્યા, ત્યારે બે માસ થી જે દાળ આવી જોઈએ પુરવઠા તંત્ર તરફથી તે નથી આવી. બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ પાટણ, જિલ્લામાં જથ્થો મળ્યો નથી. ઓનલાઈન પરમીટમાં બચત જથ્થો બાદ કરવામાં આવતા સંચાલક પાસે સ્ટોકમાં પણ જથ્થો નથી આજે રાજ્યના અનેક જિલ્લાના મોટાભાગના તાલુકા સ્તરના કેન્દ્રમાં જથ્થો નથી અને જથ્થાના અભાવે અમારે ના છુટકે કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી છે અને આગામી સમયમાં જથ્થો નહીં પહોંચે તો 15 તારીખે અમને કેન્દ્ર બંધ કરવાની ફરજ પડશે એ પણ સરકારી અધિકારીઓ ના અણઆવડત ના કારણે.