રાજકોટમાં નવરાત્રીની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ત્યારે રાજકોટવાસીઓને નવરાત્રીમાં થનગનાટ કરાવવા દિલ્હી-લુઘીયાણાના DJ અને ગુજરાતી કલાકારો મેદાને આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં ખેલૈયાઓ નવરાત્રિને લઈને થનગની રહ્યા છે. ત્યારે રાજકોટમાં તો નવરાત્રી પહેલા જ વેલકમ નવરાત્રીના આયોજનો શરૂ થઈ ચૂકી છે. રાજકોટના મધુરમ કલબ દ્વારા DJ WARનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, લુધિયાણા, ચંદીગઢના DJ રાજકોટવાસીઓને થનગનાટ કરાવવા પહોંચી ગયા છે. આ વખતે ગરમા ગરમ શિરો, ટીટોડો, ભગવા રંગ સહિતના ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ સાથે બૉલીવુડના ટ્રેન્ડિંગ સોંગ અને પંજાબી સોંગનું મિક્સઅપ સાંભળવા મળશે. આ સાથે નવરાત્રીના આયોજન અંગે પત્રકારોને માહિતી આપતા મધુરમ ક્લબના મિલન કોઠારીએ કહ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષથી નવરાત્રી દરમિયાન કંઇક નવું અને અનોખું આપી રહેલા મધુરમ ક્લબ દ્વારા આ વખતે પણ શક્તિ અને ભક્તિની આરાધના માટે વેલકમ નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ વેલકમ નવરાત્રીમાં સ્પોન્સર તરીકે શુભલક્ષ્મી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી અને શુભમ એન્ટરપ્રાઇઝ ઉપરાંત જેએમજે પ્રોજેકટસ સહકાર આપી રહ્યા છે.