જૂનાગઢ પોલીસે મધ્યપ્રદેશના રામપુરા તાલુકાનો મજૂરી કામ કરતા શખ્સ પાસેથી તમંચો ,રિવોલ્વર અને કારટીસ સાથે ઝડપી લીધો હતો સ્કૂલ બેગ જેવા થેલામાં હથીયાર રાખી નડીયાદ સોમનાથ એસ.ટી. બસમાં બેસેલ અને તેની પાસે હથીયાર હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્રારા એસ.ટી. બસને વંથલી હાઇવે, ગેલેક્સી ધાબા પાસે રોકાવી તપાસ કરતા કુલદીપ છોટેલાલ જાટબ પાસેથી ગેરકાયદેસર આધાર પરવાના વગરનો એક તમંચો ,રીવોલ્વર તથા 2 જીવતા કાર્ટીસ મળીકુલ કિ. ૨૫,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી તેની વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે.જે અંગે આગળની તપાસ ચાલુ છે.
વિનોદ મકવાણા ,જૂનાગઢ