ચોટીલા ખાતે રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત મુલાકાત લેવામાં આવી હતી ચોટીલા પોલીસ મથકની વર્ષ દરમિયાનની કામગીરીનું રેન્જ આઇજી દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું છેલ્લા વર્ષમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું પોલીસ મથક ઉપરાંત પોલીસ લાઇનનું પણ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો સાથે પણ રેન્જ આઇજી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી ચોટીલા પોલીસ દ્વારા છેલ્લા વર્ષમાં કરેલ કામગીરીને રેન્જ આઈજી દ્વારા બીરદાવામાં આવી હતી આ તકે આઇજી અશોક યાદવએ જણાવ્યું હતું કે ચોટીલા પોલીસ દ્વારા સમગ્ર તાલુકમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવી રાખી છે પોલીસ અને પ્રજા મિત્ર છે તેમજ પ્રજાજનો સાથે સંકલન કરી સારી કામગીરી કરવામાં આવશે
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.