રાજકોટમાં આજે ફરી PGVCL દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારથી 30 ટુકડીઓ મેદાને ઉતરી હતી. ગઇકાલે પણ PGVCL દ્વારા 21 લાખ 63 હજારની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. આજે સવારથી શહેરના ખોખડદળ, વાવડી, મવડી રોડ, નાના મવા સબ ડિવિઝન હેઠળ ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ચેકીંગની કામગીરીમાં સ્થાનિક પોલીસના 14 જવાનો, એક્સ આર્મી મેન 9 જેટલા, 4 જેટલા વિડિયોગ્રાફર, SRPના 7 જવાનો સહિતના જોડાયા છે. રાજકોટ શહેરના આજે લા ગામ, ખોખડદળ સોસાયટી, પ્રમુખ સોસાયટી, નૂરાની પાર્ક, ખોડિયારનગર, આંબેડકર નગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.