રાજકોટમાં માલધારી અને ઢોર પકડ પાર્ટી વચ્ચે વારંવાર ઘર્ષણનો મામલે માલધારી સમાજ ઉગ્ર પાણીએ જોવા મળ્યો માલધારી સમાજે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા અને મ્યુનસિપાલ કમિશ્નર આનંદ પટેલને માલધારી વસાહત આપવાની વર્ષો થી જે માંગ છે તેને પૂર્ણ કરવા રજુઆત કરી હતી. મીડિયા સાથે વાત કરતા માલધારી સમાજના આગેવાનો એ જણાવ્યું ક ઢોર ડબ્બાના કર્મચારીઓ માલધારી સમાજની મહિલાઓ ને ગાળો આપે છે. માલધારીઓ જ્યાં રહેતા હતા ત્યાં વિસ્તાર વધીને રાજકોટમાં ભળ્યું છે, અમે રાજકોટમાં નથી આવ્યા. અમે સંસ્કૃતિ સાચવી છે પણ દારૂ વેંચતા હોઈ તેવું વર્તન કરવામાં આવે છે. ગાય પર રાજકારણ બહુ કર્યું, વધુમાં તેઓ રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બાના અધિકારીઓ પર કન્ટ્રોલ રાખવા અલ્ટીમેટમ આપ્યું.