ચોટીલાના મફતિયાપરામાં એક પરિવાર પર છરી વડે હુમલો થતાં ચકચાર મચી ગઈ છે મફતિયાપરામાં રહેતા દીપકભાઈ નાયકપરા, તેમના પત્ની મધુબહેન અને દીકરા અતુલ પર સામે રહેતા અફઝલ અને બે મહિલાઓએ હુમલો કર્યો હતો આરોપીઓએ દીપકભાઈના ઘરમાં ઘૂસી છરી વડે હુમલો કર્યો હતો આગલા દિવસે દીપકભાઈના ઘરે શ્રીમંત પ્રસંગ હતો તે દરમિયાન અફઝલના ધર પાસે ગાડી પાર્ક કરી હોવાથી બબાલ થઈ હતી જેનો ખાર રાખી બીજા દિવસે હુમલો કરવામા આવ્યો હતો ઘટનાને પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાબડતોબ પોલીસે દોડી જઈ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો હુમલામાં ઈજા પામેલા ત્રણેયને ચોટીલા રેફરલ હોસ્પિટલે ખસેડાયા હતા જેમાં મધુબહેનને અને તેનાં પુત્રને વધુ ગંભીર ઈજા જણાતાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને હુમલો કરનાર શખ્સોને પોલીસે તુરંતજ ઝડપી પાડ્યા હતા
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા