રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિના બાદ ઓક્ટોબર મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી આજે અલગ-અલગ 29 ટીમો દ્વારા પોપટપરા, રઘુ નંદન સોસાયટી, સંતોષીનગર, નારાયણ નગર, શક્તિ સોસાયટી,પરસાણા નગર, ભીસ્તીવાડ, ગાયકવાડી, કીટીપરા, અને હંસરાજ નગર સહિતના વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફિડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયો ગ્રાફર, 6 SRP, નિવૃત આર્મીમેન 9 અને 16 લોકલ પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન PGVCLની ટીમ દ્વારા 1.50 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જ્યારે જુલાઇ મહિના દરમિયાન શહેરી વિસ્તારમાં દરોડા પાડી PGVCL દ્વારા 1 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે આજે રાજકોટ શહેર ડિવિઝન-2 અંતર્ગત વિસ્તારમાં લાખોની વીજચોરી ઝડપાય તેવી શક્યતા છે.