ભાવનગર જિલ્લાના અલંગ પાસે આવેલ મણાર ગામના ચુંવાળીયા કોળી સમાજના બાળકના હત્યારાઓને ઝબ્બે કરી સખ્ત સજા આપવાની માંગણી ઉઠાવી ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો દ્વારા આગેવાનો દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. ચુંવાળીયા કોળી સમાજ ગુજરાતના પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા તથા યુવા આગેવાનો ભરતભાઈ ડાભીની આગેવાની હેઠળ આ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ બાળકની હત્યાનો આ બનાવ હોય, બાળકના વાલીઓએ અલંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ હતી આ ફરીયાદ લખાવ્યાને ઘણો સમય વીતી ગયા બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચી શકેલ નથી. જેનાથી નારાજ થઈ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા ભાવનગર જીલ્લામાં આવેદનપત્રો આપી તાત્કાલીક આરોપીઓની ધરપકડ કરવા માંગણી કરેલ હતી. પરંતુ તેનું પરિણામ હજુ શુન્ય રહેવા પામેલ છે. આગેવાનોએ જણાવેલ છે કે આ બનાવમાં જો ટુંક સમયમાં આરોપીઓ નહિ પકડાય તો સમગ્ર જવાબદારી તંત્રની રહેશે. આ રજૂઆતમાં ધર્મેશભાઈ જંજવાડીયા, દિનેશભાઈ મકવાણા, નટુભાઈ કુવરીયા, પ્રતાપભાઈ રબડીયા, વિજયભાઈ મેથાળીયા, જેન્તીભાઈ બોરીયા સહિતના આગેવાનો જોડાયા હતા.