ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ મટોડા ગામની દૂધ ઉત્પાદક મંડળી દ્વારા પોતાની દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો સાબર ડેરીના ચેરમેન શામળભાઈ બી પટેલની અધ્યક્ષતામાં મહોત્સવ યોજાયો આ કાર્યક્રમની શરૂઆત સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ , જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ ડિરેક્ટર મહેશભાઈ પટેલ જિલ્લા સહકારી સંઘના ચેરમેન જશુભાઈ પટેલ ધી સાબરકાંઠા કો ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ સાબર ડેરીના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કરી મટોડા ગામની દૂધ મંડળીના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષાર ચૌધરી, સાબરડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર સુભાષ પટેલ સહિતના હાજર રહ્યા હતા આ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે છેલ્લા દસ વર્ષમાં મટોડા ગામની દૂધ મંડળીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર એકથી 10 નંબરની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા
રિપોર્ટર :- જય જાની