અરવલ્લી જિલ્લાના મોડાસાના બામણવાડ ગામની નવી વસાહત પાસે ટ્રકમાં ભીષણ આગ લાગી હતી વીજ લાઇનના તારને અડી જતા ટ્રકમાં આગ લાગી હતી ઘેટા બકરા ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ ભભૂકી ઉઠતાં 3 વ્યક્તિઓ જીવતા ભડથું થઈ ગયા હતા આ ટ્રકમાં કુલ 5 વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યું છે ઘટનામાં ઘેટાં બકરાં પણ જીવતા ભૂંજાયા હતા આગને લીધે આફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ અંગે મોડાસા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.