અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૈનિકોનાં સ્મારક માટે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજે ચુડા તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃત કળશ યાત્રા ચુડાનાં દરેક વોર્ડમાં પરિભ્રમણ કરી માટી અને ચોખા એકત્રિત કર્યા હતા.યાત્રા દરમિયાન ચુડાનાં દરેક વોર્ડમાં નાગરિકો પાસેથી માટીનાં કળશમાં એક મુઠ્ઠી જેટલી માટી તેમજ ચપટી જેટલા ચોખા એકત્રિત કરી પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. એકત્રિત માટી અને ચોખાને દેશના વિરો અને વિરાંગનાઓ માટે અમૃત વાટિકાનાં નિર્માણમાં માટે ઉપયોગમાં લેવાશે. દેશમાંથી માટી એકત્રિત કરીને દિલ્હી ખાતે મોકલવામાં આવશે. આ અમૃત કળશ યાત્રામાં ચુડા તાલુકાનાં પૂર્વ પ્રમુખ તનકસિંહ રાણા, જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ રોજાસરા, તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર તથા ચુડા તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શેખ,વિનોદભાઈ વાઘેલા, માનસંગભાઈ મસાણી તથા તાલુકા પંચાયતનાં સદસ્યો મામલતદાર, ટીડીઓ તેમજ ચુડા તાલુકાનાં સરપંચો તથા આંગણવાડીની બહેનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા