રાજકોટમાં લુખા તત્વો બેફામબન્યા હોય તેવી ઘટના સામે આવી હતી. જેમાં શહેરના પેડક રોડ પર ચાલુ બાઇક પર એક યુવક રસ્તા પરથી પસાર થતી યુવતી અને મહિલા ને પરેશાન કરી રહ્યો હોય તે પ્રકારનો વિડીયો વાયરલસોશિયલ મિડીયામાં વાયરલથયોહતો. તેમજ સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા તાબડતોડ કાર્યવાહી કરી રોમિયાને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. તેમજ જાહેરમાં માફી માંગતો હોય તેવું સરઘસ બી ડિવિઝન પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું.