ભાવનગર જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, જિલ્લાની પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં મહાશ્રમદાનમાં પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. તેમજ તા. ૧ ઓક્ટોબરના રોજ એક કલાક માટે શ્રમદાન કરવા એકત્ર થયા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ દીઠ બે સ્થળોએ શ્રમદાન કરવામાં આવ્યું હતું.શ્રમદાન કરાયા બાદ કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવામાં આવ્યો હતો મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે.ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ રહે તેવો નિર્ધાર સાથે લોકોએ શ્રમદાન કર્યું હતું.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર