રાજકોટમાં લવ યૂ ઝીંદગી ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પાસની કિમત માત્ર 99 રૂપિયા રાખવામાં આવી હતી. આ સાથે આ વેલકમ નવરાત્રીનું ગઈ કાલે બંધન પાર્ટી પ્લોટ, 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, ખાતે રાખવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટના ખેલૈયાઓમાં વેલકમ નવરાત્રીને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.