રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર મેગા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન આપવામાં આવ્યું હતું. જેમાં RMC કલેકટર પ્રભવ જોષી, RMC કમિશનર આનંદ પટેલ તેમજ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતના ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.