અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા પંચાયતના બીજી ટર્મના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન,પક્ષના નેતા અને દંડક ની નિમણૂક કરવામાં આવી હતી. જે અંતર્ગત બાવળા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે સિધ્ધરાજસિંહ સોઢા, ઉપપ્રમુખ તરીકે જનકબેન ગોહિલ, કારોબારી ચેરમેન તરીકે વાસુદેવભાઈ ડાભી, પક્ષના નેતા તરીકે શીતલબેન ચૌહાણ અને દંડક તરીકે રણજીતદાન ગઢવીની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમજ આ નિયુક્તિમાં પાર્ટીના આગેવાનો, જિલ્લા પંચાયતના સદસ્યો, કારોબારી સદસ્યો, તાલુકા પંચાયતનાપૂર્વ સદસ્યો હાજર રહ્યા હતા
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર