રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલીયા વનડે સીરિઝનો અંતિમ વનડે મુકાબલો ખેલાયો હતો આ મેચને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસિયાઓમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો મેચની ત્રણ કલાક પૂર્વે જ દર્શકોને એન્ટ્રી આપવામાં આવી હતી સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિયાઓ ત્રિરંગા તેમજ ત્રિરંગાના ટેટૂ સાથે જોવા મળ્યા હતા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી