જૂનાગઢના ઉપલા દાતાર બાપુ સ્થાન લોકોમાં આસ્થાનું પ્રતીક છે , મહંત ભીમબાપુની નિશ્રામાં દાતાર બાપુના ઉર્ષની ઉજવણી કરવામાં આવી જેમાં અમૂલ્ય આભુષણની ચંદન વિધિ કરવામાં આવી હતી દાતાર બાપુના અમૂલ્ય આભુષણને ગુફામાંથી બહાર કાઢીને ગુલાબ જળ સાથે પવિત્ર કરીને ચંદન વિવિધ કરવામાં આવી હતી.આ ચંદન વિધિ પ્રસંગે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ યાત્રાધામ સમિતિ પૂર્વ સભ્ય યોગી પઢીયાર સહીત ઉપલા દાતાર જગ્યાના સેવક સહીત દાતાર ભક્તો ખુબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ,જ્યારે દીપમાળા પ્રગટાવી રોશની કરવામાં આવી ત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ,આ જગ પ્રસિદ્ધ કોમી એકતાના પ્રતીક સમાં સ્થાન પર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો
વિનોદ મકવાણા, જૂનાગઢ