રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ જિલ્લા કલેક્ટર ને આવેદન પાઠવવામાં આવ્યું. ગઈ કાલે રાત્રે સર્વેશ્વર ચોકે વોંકળાનું સ્લેબ તૂટતા 50 લોકો વોંકળામાં ખાબક્યાં હતા. જેના કારણે તેઓને નાની મોટી ઇજા થઇ હતી. રાજકોટ શહેર કોંગ્રેસે માંગ કરી કે વોંકળા ઉપર જે અધિકારીઓ નિર્માણ કાર્ય માટે પરવાનગી આપી અથવા જેની સંડોવણી છે તેમના વિરોધ ફોજદારી નોંધાવી જોઈએ અને સમગ્ર ઘટના ને લઈને યોગ્ય તપાસ થવી જોઈએ. આ સાથે રાજ્ય સરકાર ઇજાગ્રસ્ત લોકો ને આર્થિક સહાય આપે તેવી માંગ ઉચ્ચારી. કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા એ જણાવ્યું કે ભાજપના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે પોતાનું સામાન્ય જ્ઞાન સુધારવું જોઈએ કારણ કે જે સમય સર્વેશ્વર ચોકમાં બિલ્ડીંગ નિર્માણ થયું હતું ત્યારે સત્તા પર ભાજપ હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોક ખાતે જે તે વખતે જયારે વોંકળા ઉપર નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે સ્થાનિક સ્તરે કોંગ્રેસની સરકાર હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારાસર્વેશ્વર ચોકેમાં બનેલ બનાવ અંગે જિલ્લા કલેક્ટરનેપાઠવ્યું આવેદન…
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -