રાજ્યભરમાં સક્રિય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા લીમડી ચોટીલા નેશનલ હાઇવે ઉપર આવેલ બલદેવ હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડી ઇંગલિશ દારૂ ભરેલો આઇસર ટ્રક સાથે એક શખસને ઝડપી પાડ્યો છે 19 લાખ 31 હજાર 900ની કિમતનો 6966 બોટલ બોટલ દારૂ, ટ્રક, મોબાઈલ સહિત 29,48,720ના મુદામાલ સાથે મધ્યપ્રદેશના રહેવાસી ટ્રક ડ્રાઇવર કિશોર હરીસિંહ મીનોરને ઝડપી પાડવામાં આવ્યો છે આ દારૂનો જથ્થો દમણથી ટ્રકમાં લોડ કરી સોમનાથ પોહચાડવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું છે તેમજ દારૂ મોકલનાર દાહોદનો રહેવાસી રાજેશભાઈ મીઠાભાઈ નીનામા તેમજ દારૂ ભરીને આઇસર ટ્રક ડ્રાઇવરને શોપનાર અને સોમનાથનો રહીશ દારૂ મંગાવનાર સામે પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચોટીલા પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાંથી 19 લાખનો દારૂ ઝડપી પાડ્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -