સુરેન્દ્રનગર વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ રસ્તાની અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ ખખડધજ રસ્તાઓથી અનેક ભારે વાહનો પલટી ખાવાની ઘટનાઓ બની છે તેમજ વાહનચાલકોના હાડકા ખોખરા થયાના બનાવો બનવા પામ્યા છે જ્યારે જીઆઈડીસી એસોસિયેશનના પ્રમુખ સુમિતભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો અને ઉધયોગકારોએ અનેકવાર ઉચ્ચ કક્ષાએ બિસ્માર રસ્તાઓનું નવિનીકરણ કરવા રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી જેના પગલે હાલ ચોમાસામાં ખખડધજ રસ્તાઓમાં વરસાદી પાણી ભર્યા હોવાથી મસમોટા ખાડામા માલ સામાન ભરેલી CNG રીક્ષાએ પલટી મારી હતી અને રીક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અત્યંત બિસ્માર રસ્તાઓના કારણે અવારનવાર ભારે વાહનો પલટી ખાવાના બનાવો બનવા પામ્યા છે તેમજ વાહનચાલકોને પારવાર મુશકેલીનો સામનો કરી રહ્યા છે જ્યારે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી રાહદારીઓએ જણાવ્યું છે કે ઘોર નિંદ્રામાં સુતેલું તંત્ર જાગે અને જીઆઇડીસી વિભાગમાં રોડ રસ્તાઓમાં મસ મોટા પડેલા ખાડાઓ બુરી નાની એવી સુવિધાઓ આપે તેવી આસ લઈને બેઠા છે તેમજ જીઆઈડીસી વિસ્તારના ઉધયોગકારો પાલીકા તંત્રને લાખો રૂપિયાનો વેરો ભરપાઈ કરે છે છતા તંત્ર દ્વારા સુવિધાના નામે મીંડું છે અને સતાપક્ષ દ્વારા વિકાસ વિકાસના બણગાં ફૂકે છે ત્યારે જીઆઈડીસી વિસ્તાર ઘણા વર્ષોથી વિકાસથી વંચિત છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }