શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અરવલ્લી જિલ્લાના અંબાજી તરફના માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠયા છે.. ભાદરવી પૂનમને આડે હવે ચાર દિવસ જ બાકી છે ત્યારે મોડાસાથી પદયાત્રા સંગોએ આજે માં અંબાના ધામ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. તેમજ ચાલુ વર્ષે અંબાજી ખાતે 23 થી 28 સપ્ટેમ્બર સુધી ભાદરવી બીજનો મેળો યોજાનાર છે જેને લઈ અરવલ્લી જિલ્લાના માર્ગો પર ભક્તિમય માહોલ સર્જાયો છે. તેમજ મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પદયાત્રા સંગોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું, અને માઈ ભક્તોએ વાજતે ગાજતે ડીજે ના તાલે નાચતા-ગાતા, ધજાઓ સાથે અંબાજીની વાટ પકડી હતી..
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી