રાજકોટમાં ચંપકનગર ખાતે છેલ્લા ૧૫ વર્ષની જેમ આ વર્ષે પણ ચંપકનગર સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લે છે. તેમજ અહી સત્યનારાયણની કથા, મહાપ્રસાદ અને બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. આ સાથે ૮૦૦૦ ફૂટનો વોટર પ્રૂફ પંડાલ સાથે લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ ધરાવતી ૧૩ ફૂટની મૂર્તી અને રજવાડી સેટ હોવાથી સમગ્ર ગણેશોત્સવ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ અહી લોકો બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.