રાજકોટમાં આમ આદમી પાર્ટીના વિધાર્થી સંગઠનમાં ભંગાણ થયું છે.આજે આમ આદમી પાર્ટીનું વિધાર્થી સંગઠન CYSS ના ૪૦ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે.રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ હાથે ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાયા હતા. CYSS શહેર પ્રભારી યશ ભીંડોરા, શહેર ઉપપ્રમુખ કરણ ખેરડિયા, શહેર મહામંત્રી આર્યન સાવલિયા સહિતના CYSS ના યુવા નેતાઓ અને શહેરની વિવિધ કોલેજ અને યુનિવર્સિટીના વિધાર્થી સંગઠનની પાંખ મળીને કુલ ૪૦ લોકો જોડાયા હતા. ઇન્દ્રનીલ રાજગુરુએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીનું આખું વિધાર્થી સંગઠન તૂટી ગયું છે અને કોંગ્રેસનો હાથ મજબૂત થશે. હાથથી હાથ જોડો અંતર્ગત અનેક કાર્યક્રમો થઇ રહ્યા જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસ મજબુત થઇ રહી છે.