રાજકોટ-ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જીવંત રહે તે હેતુ સહિતના વિવિધ મુદ્દા સાથે જિલ્લા શહેર શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલી કાઢવામાં આવીહતી જેમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકો માટેની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જીવતી અને જીવંત રહે તે માટે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર રાજકોટજિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા બહુમાળી ભવનથીજ્યુબિલી બાગ સુધીની એક વિશાળ માન રેલી કાઢવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજકોટ શહેર અને જિલ્લાના સંચાલકો– ટ્રસ્ટીઓ, કર્મચારીઓ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, માધ્યમિકશિક્ષકો, વહીવટી કર્મચારીઓતેમજ પટ્ટાવાળા એમ તમામ સંવર્ગના કર્મચારીઓ સફેદ વસ્ત્રોમાં બેનર અને પ્લેકાર્ડ સાથે ઉપસ્થિત રહ્યા હતા.