સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક Ph.Dગાઈડનું નામ યૌનશોષણના પ્રકરણમાં સામે આવ્યું છે. એમ.જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે પીએચડી કરતી એક વિદ્યાર્થિનીએ પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ પોતાની સાથે અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ કરતા કુલપતિએ યુજીસીના નિયમ મુજબ એક કમિટી નીમી તપાસનો આદેશ કર્યો હતો. કમિટી સમક્ષ કેટલીક ચોંકાવનારી હકીકત આવી હતી અને પ્રોફેસરે વિદ્યાર્થિનીની અનિચ્છા હોવા છતાં તેને સ્પર્શ કરી સન્માન ઘવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે 7 દિવસમાં પગલાં લેવા એસ.ડી.આર.બી. હોમ સાયન્સ અને એમ.જે. કુંડલિયા અંગ્રેજી માધ્યમ મહિલા કોમર્સ કોલેજના સંચાલકો ને આદેશ કર્યો છે. આજે સામે આવેલી આ ઘટના બાદ રાજકોટ NSUI ના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના યુવા આગેવાન દ્વારા કોલેજ ખાતે ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કોલેજના પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો કડક કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક Ph.Dગાઈડનું નામ યૌનશોષણના પ્રકરણમાંઆવ્યું સામે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -