ભાવનગર મહાનગરપાલિકાને હાઉસિંગ બોર્ડ દ્વારા સુપ્રત કરવામાં આવેલી જમીન વિઠ્ઠલવાડી ચબુતરા નજીક આવેલી હોવાથી આ જમીન પર થયેલા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા પાકા ગેરકાયદેસર રીતે બાંધકામો કરી લેવામાં આવ્યા હતા આ પાકા બાંધકામો ખસેડવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસો પણ પાઠવવામાં આવી હતી પાકા બાંધકામ ધારકો નોટિસોને ઘોળી પી ગયા હોય તેવી રીતે હજુ સુધી પાકા બાંધકામો નહીં હટાવાતા ભાવનગર મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ અને એસ્ટેટ વિભાગની ટીમ બુલડોઝર સાથે વિઠ્ઠલવાડી વિસ્તાર ખાતે પહોંચતી હતી અને એક પછી એક 20 જેટલી પાકી ઓરડિયો બુલડોઝર વડે ધરાસાઈ કરી દીધી હતી અને મહાનગરપાલિકાની જમીન સંપૂર્ણ પણે ખુલ્લી કરી દેવામાં આવી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર